લીંબડી: લીંબડી હાઇવે પર બલદાણા ના પાટિયા પાસે ઉભેલી આઇસર ટ્રક ને પાછળથી ટ્રકે ટક્કર મારી 5 લોકો ઇજાગ્રસ્ત થતા સારવારમાં ખસેડાયા
રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર 30 નવેમ્બર સવારે 11 કલાકે લીંબડી નજીક બલદાણા ગામના પાટિયા પાસે રોડ ની સાઇડ માં આગળ બંધ ઉભેલી આઇસર ટ્રક ને પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી અન્ય ટ્રક ચાલકે અડફેટે લઇ ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત માં પાંચ જેટલા લોકો ને નાની મોટી ઇજાઓ પહોંચતા સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.