રાજકોટ દક્ષિણ: કટારીયાચોકડી આસપાસ 15 દિવસથી પૂરતું પાણી ન મળતા મહિલાઓ રણચંડી બની,રસ્તો ચક્કાજામ કર્યો,સમજાવવા ગયેલ PCR વાન પણ પાછી વળી
કટારીયા ચોકડી આસપાસના વિસ્તારોમાં છેલ્લા 15 દિવસ પૂરતું પાણી ન મળતા અહીંની રહેવાસી મહિલાઓ ભારે રોષે ભરાઈ હતી અને રણચંડી બનીને રસ્તા પર ઉતરી આવી રોડ ચક્કાજામ કર્યો હતો.બનાવને પગલે પોલીસ સ્ટાફે ઘટના સ્થળ પર પહોંચી મહિલાઓને સમજાવવાની કોશિશ કરી હતી પરંતુ મહિલાઓએ જ્યાં સુધી તેમની સમસ્યા દૂર ન થાય ત્યાં સુધી રસ્તા પરથી હટવાનો ઇન્કાર કર્યો હતો . જેને લઈને PCR વાનને પણ પરત ફરવું પડ્યું હતું.