પલસાણા: પલસાણા તાલુકામાં ઠેર ઠેર 226 મી જલારામ જયંતિની ઉજવણી ભકિભાવપૂર્વક ઉજવવામાં આવી સાથે રક્તદાન શિબિર યોજાઈ
Palsana, Surat | Oct 29, 2025 હરિપુરા ગામે આવેલા મીની વીરપુર તરીકે જાણીતા કરૂણાનિધાન શ્રી રામચંદ્રના પરમ ભક્ત શ્રી જલારામ બાપાના મંદિરે હરિપુરા ગામ ઉપરાંત આસપાસના ગામના લોક મોટી સંખ્યામાં બાપાની સાલગીરી ઉજવવા ઉમટી પડ્યા હતા જ્યાં બાપા ની પાલખી યાત્રા કાઢી સમગ્ર હરીપુરા ગામમાં નીકળી હતી અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો લ્હાવો લઈ પાવન થયા હતા. આ પ્રસંગે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું