લીલીયા: લીલીયા શહેર ‘નૉ-નેટવર્ક ઝોન’માં ફેરવાયું,ઓનલાઈન પેમેન્ટ અને કૉલ્સમાં ખલેલ,ગ્રાહકોમાં ભારે રોષ
Lilia, Amreli | Nov 9, 2025 લીલિયા શહેરમાં આજે બપોરે જિઓનું નેટવર્ક અચાનક બંધ થઈ જતાં એક કલાક સુધી ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નેટવર્ક બંધ થવાથી ફોન કૉલ, ઈન્ટરનેટ અને ઓનલાઈન પેમેન્ટ સેવાઓ અસરગ્રસ્ત થઈ. વારંવાર નેટવર્ક સમસ્યાઓને કારણે લોકોમાં રોષ ફેલાયો છે. ગ્રાહકો કંપની પાસેથી સ્થિર સેવા પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે.