કચ્છ જિલ્લાના પશુપાલકોની સૌથી મોટી અને ગૌરવપૂર્ણ સહકારી સંસ્થા “સરહદ ડેરી”એ ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. સરહદ ડેરીના ચાંદરાણી સ્થિત અત્યાધુનિક આઇસ્ક્રીમ પ્લાન્ટમાં અમૂલ બ્રાન્ડ હેઠળ નવી પ્રોડક્ટ “Amul Cake Magic Golden Fantasy” આઇસ્ક્રીમ કેકનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે.આજરોજ આ આઇસ્ક્રીમ કેકનું ભવ્ય લોન્ચિંગ સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.