જાંબુઘોડા: જાંબુઘોડાથી ભાણપુરાને જોડતા માર્ગ પર દીપડી તેના બચ્ચા સાથે રસ્તા પર દેખાતા ગ્રામજનોમા ફફડાટ ફેલાયો
જાંબુઘોડાથી ભાણપુરાને જોડતા માર્ગ પર આવેલા બારીયા ફળિયા ખાતે તા.23 ઓક્ટોબર ગુરુવારના સાંજના સમયે માદા દીપડી તેના બચ્ચા સાથે રસ્તા પર દેખાતા ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.દીપડી અને બચ્ચાને જોઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.નજરે જોનારા લોકોના જણાવ્યા મુજબ માદા દીપડી અને બચ્ચુ રસ્તા પરથી પસાર થયા બાદ થોડીવાર સુધી તેનો ભયાનક અવાજ આવતો રહ્યો હતો,જેના કારણે વિસ્તારના રહીશોમાં ગભરાહટ ફેલાયો હતો.આ ઘટનાની જાણ તાત્કાલિક વન વિભાગને કરવામા આવી હતી