મહુવા: મહુવામાં વરલી મટકા પર LCBની રેડ: એક ઝડપાયો, એક ફરાર
મળતી માહિતી અનુસાર, LCBની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા મહુવા વાસીતળાવ નજીક નાગરવાડા વિસ્તારમાં રેડ કરી હતી. જ્યાં યાકુબભાઈ બાપુભાઈ જેજા નામના વ્યક્તિને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી વરલી મટકાના આંકડાઓ લખેલી ચીઠ્ઠી, એક મોબાઇલ ફોન તેમજ રૂપિયા 14,580 રોકડ મળી કુલ રૂપિયા 15,080નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.