માંડવી: તડકેશ્વર સહિતના ગામમાં વીજ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.
Mandvi, Surat | Dec 11, 2025 તડકેશ્વર સહિતના ગામમાં DGVCLના ઇન્યાર્જ કાર્યપાલક ઇજનેર ટી.કે. ચૌધરીના નેતૃત્વ હેઠળ, પોલીસ તંત્રના સહયોગથી આ રેડ કરવામાં આવી હતી. દરોડા પાડવા માટે લગભગ 50 ટીમો અને પોલીસનો મોટો કાફલો તડકેશ્વર અને ઉશ્કેર ગામે પહોંચ્યો હતો. DGVCLની ટીમે સમગ્ર વિસ્તારમાં દરેક વીજ ગ્રાહકના ઘરે જઈને મીટર, વાયરિંગ અને કનેકશનનું ઝીણવટભર્યું વેરીફિકેશન કર્યું હતું. ઘણા સ્થળોએ શંકાસ્પદ કનેક્શન મળી આવતા, સંબંધિત વ્યકિ્તઓ પાસેથી તાત્કાલિક પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.