હાલોલ: હાલોલના બાસ્કા નજીક આવેલ હોટલ સર્વોત્તમ પાસે અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટે લેતા સર્જાયો અકસ્માત
હાલોલના બાસ્કા નજીક આવેલ હોટલ સર્વોત્તમ પાસે આજે મંગળવારે બપોરે 12 વાગ્યાના અરસામાં એક યુવક બસીરખાન તેઓ પોતાની ગાડી લઈને હાલોલની એક કંપનીમાં માલ સામાન ખાલી કરવા આવ્યા હતા અને તેઓએ પોતાની ગાડી રોડની સાઈડમાં પાર્ક કરીને રોડ ક્રોસ કરીને હોટલ તરફ જતા હતા ત્યારે એક અજાણ્યા કાર ચાલકે તેઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં તેઓને ગંભીર ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓને સારવાર અર્થે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા