કાલોલ: કાલોલ પોલીસે મલાવ ગામે રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી મહિલાની અટકાયત કરી
કાલોલ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ મા હતો ત્યારે મલાવ ગામે જતા પાધરદેવી રોડ ઉપર રહેણાંક મકાનમાં રહેતી મંગુબેન કિરીટભાઇ તેના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી છુટક વેચાણ કરે છે તેવી બાતમી આધારે રેડ કરતા મહિલાના ઘરે થી વિદેશી દારૂનો પ્લાસ્ટિકના ક્વાટર નંગ 7 રૂ 910 નો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.