શહેરા: શહેરા તાલુકાના માતરિયા વ્યાસ ગામે વિધાનસભાના ઉપાધ્યક્ષની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાના ૭૬માં વન મહોત્સવની ઉજવણી કરાઈ હતી
શહેરા તાલુકાના માતરિયા વ્યાસ ગામે આવેલ ડુંગર ઉપર શહેરા રેન્જના સામાજીક વનીકરણ વિભાગ દ્વારા તાલુકા કક્ષાના ૭૬માં વન મહોત્સવની ઉજવણી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં કરાઈ હતી,જેમાં વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે ઉપસ્થિત સૌને પર્યાવરણને બચાવવા અને વૃક્ષોનું નિકંદન થતુ અટકાવવા એક પેડ માઁ કે નામ થીમ પર એક વૃક્ષ વાવીને તેનું જતન કરવાની અપીલ કરી હતી.આ કાર્યક્રમમાં માતરિયા વ્યાસ ગામના ડુંગર ઉપર વિવિધ વૃક્ષોનું વાવેતર કર્યું હતુ