શહેરમાં આખલાઓ અને રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધતો જાય છે. છેલ્લા એકાદ વર્ષમાં ત્રણ માનવ જિંદગીનો ભોગ લેનાર આખલાની અડફેટે ચડતાં અમરશીભાઈ પૂંજાભાઈ માલીનો જીવનદીપ બુઝાયો હતો. આ વર્ષમાં જ ચોથો બનાવ બનતાં શહેરીજનોમાં તંત્ર પ્રત્યે આક્રોશ ભભૂકી ઊઠ્યો છે.
રાપર: રાપરમાં આખલાની અડફેટે ચોથો ભોગ લેવાયો, આમ આદમી પાર્ટી પ્રમુખ સુરેશ મકવાણાએ રોષ વ્યક્ત કર્યો - Rapar News