ઓલપાડ: 'પ્લાસ્ટિક મુક્ત ઓલપાડ' અભિયાનમાં મોટા કૌભાંડની આશંકાને લઈને કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે આપી પ્રતિક્રિયા.
Olpad, Surat | Dec 10, 2025 સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં 'પ્લાસ્ટિક મુક્ત ઓલપાડ'ના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલા એક મહત્વાકાંક્ષી સરકારી અભિયાનમાં રૂ. 30 લાખના મોટા ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર એ. નાયક દ્વારા વિકાસ કમિશ્નર અને ગુજરાત તકેદારી આયોગ્યને લેખિત ફરિયાદ કરવામાં આવી છે અને તાત્કાલિક તપાસની માંગ કરવામાં આવી છે.