પુણા: શહેરના બિસ્માર રોડ રસ્તાઓને લઈ સુરત આપ પાર્ટી દ્વારા પુણા ગામ ખાતે તંત્ર અને શાસકો સામે દેખાવ અને વિરોધ
Puna, Surat | Sep 21, 2025 શહેરમાં પડેલા ભારે વરસાદના પગલે શહેરના અનેક રોડ રસ્તાઓ ખાડે ગયા છે.જ્યાં લોકોને પડી રહેલી હાલાકી અને પરેશાની મુદ્દે સુરત આપ પાર્ટી એ હાથમાં પ્લે કાર્ડ સાથે દેખાવ અને વિરોધ નોંધાવ્યો છે.રવિવારે સાંજે ચાર કલાકે પુણા ગામ ખાતે આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.જેમાં શહેરમાં બિસ્માર રોડ રસ્તાઓ છતાં તંત્ર નિંદ્રાધીન હોવાનો આરોપ આપ પાર્ટી એ મૂક્યો હતો.જ્યાં તાત્કાલિક આ રોડ રસ્તાઓ રિપેર કરવામાં આવે તેવી માંગ સાથે દેખાવ કરવામાં આવ્યો હતો.