કાણોદર નજીક શ્રીમૂલ ડેરીના ઘીના સેમ્પલ ફેલ થતાં અધિક કલેક્ટરે 30 લાખનો દંડ ફટકાર્યો
Palanpur City, Banas Kantha | Sep 25, 2025
પાલનપુરના કાણોદર નજીક આવેલી શ્રીમુલ ડેરીમાં ગયા વર્ષે લીધેલા ઘીના ત્રણ નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ આવતા અધિક કલેક્ટર દ્વારા 3 સેમ્પલના 10 -10 લાખ કરીને કુલ 30 લાખ રૂપિયા નો દંડ ફટકારવામાં આવ્યો છે આજે ગુરુવારે 11:00 કલાકે ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટર દ્વારા શ્રીમૂલ ડેરીને 30 લાખનો દંડ ફટ કરવામાં આવ્યો તે અંગેની વિગતો આપવામાં આવી હતી.