ગોધરા: પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને સિંધી સમાજના અગ્રણી ગગનભાઈ હરવાણીનું દુઃખદ અવસાન; બામરોલી રોડ પરથી નીકળી અંતિમ યાત્રા.
ગોધરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને શહેરના સિંધી સમાજના અગ્રણી એવા શ્રી ગગનભાઈ હરવાણીનું દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનથી ગોધરા શહેરના રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આજ રોજ સવારે, ગગનભાઈ હરવાણીના બામરોલી રોડ ખાતે આવેલા નિવાસ સ્થાનેથી તેમની સ્મશાન યાત્રા નીકળી હતી. આ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં શહેરના રાજકીય નેતાઓ, વિવિધ સમાજના આગેવાનો, વેપારીઓ અને હરવાણી પરિવારના સ્નેહીજનો જોડાયા હતા અને તેમને ભાવભીની વિદાય આપી હતી. ગોધ