રાજકોટ દક્ષિણ: ક્રાઈમબ્રાન્ચ પોલીસ સ્ટાફની યશસ્વી કામગીરીની કલગીમાં વધુ એક પીછું ઉમેરાયું, બાઈક ચોર ગેંગને ઝડપી પાડી 10 બાઇક કબજે કરાયા
ક્રાઈમ એસીપી ભરત બસીયાએ આજે સાંજે 5:00 વાગ્યાની આસપાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટાફ દ્વારા બાઈક ચોરી કરનાર બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી ₹2,57,000ની કિંમતના 10 બાઈક કબજે કરી વધુ પૂછપરછ માટે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટાફને સોંપવામાં આવ્યા છે.