માળીયા હાટીના: વરસાદ પર બ્રેક, ગરમી વધી, તાપમાન 33.8 ડિગ્રીને પાર
જૂનાગઢ સહિત સોરઠમાંથી ચોમાસાએ વિદાય લેતાની સાથે વરસાદ પર બ્રેક લાગી ગઈ છે. જેની સાથે સૂર્યનારાયણને પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કર્યું છે. જેના પરિણામે છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો સતત ઉપર ચડી રહ્યો છે. ગુરૂવારે સવારે લઘુતમ તાપમાન 21.4 ડિગ્રી રહ્યો તેમજ મહત્તમ તાપમાન 33.8 ડિગ્રી નોંધાયું હતું