વાવ થરાદ જિલ્લાના સરહદી પંથકમાં શિયાળું સીઝન માટે નર્મદા નિગમ દ્વારા કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે અને સરહદી પંથકના ખેડૂતો નર્મદા નહેરના પાણીથી જીરું ઇસબગુલ એરંડા રાયડુ જેવા પાકોનું વાવેતર કરે છે જ્યારે કોન્ટ્રાક્ટર અને અધિકારીની બેદરકારીના લીધે ધરણીધર તાલુકાના રાછેણા કુંડાળીયા અને આછુંવા ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતર જળબંબાકાર થઈ ગયા છે જેને લઇને ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે..