મોરબી: મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે બિસ્માર રોડ-રસ્તા મામલે આજુબાજુના ગ્રામજનોએ કર્યો ચક્કાજામ....
Morvi, Morbi | Sep 14, 2025 મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આજરોજ રવિવારે સાંજે ખખડધજ બનેલા રોડ-રસ્તા મામલે અનેક ગામના સરપંચો અને આગેવાનો તેમજ સામાન્ય લોકોએ એકત્ર થઈને ચક્કાજામ કર્યો છે. અહીં બિસ્માર રોડને પગલે છેલ્લા ઘણા સમયથી લોકો હેરાન થઈ રહ્યા હોય, આજે બધાએ મળીને જનઆંદોલનનો રસ્તો અપનાવી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે....