દાંતા: અંબાજીમાં ફટાકડાના વેપારીઓને લાયસન્સ આપવામાં આવ્યા નથી જ્યારે રવિવારી બજારમાં પાથરણા વાળા ખુલ્લેઆમ વેચી રહ્યા ફટાકડા
અંબાજીમાં ફટાકડાના વેપારીઓને લાયસન્સ આપવામાં આવ્યા નથી તેથી તેઓ ભારે નિરાશ જોવા મળ્યા હતા જ્યારે બીજી બાજુ આજે રવિવારી બજારમાં પાથરણા અને લારી વાળા ખુલ્લેઆમ ફટાકડા વેચતા જોવા મળ્યા હતા દુકાનદાર વેપારીઓ છેલ્લા 15 દિવસથી મામલતદાર કચેરી આંટાફેરા મારી રહ્યા હોવા છતાં પણ તેમને લાયસન્સ આપવામાં આવ્યા નથી અને તેમની દુકાનમાં નાનામોટા ફટાકડા જોવા મળે તો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવે છે જ્યારે રવિવારી બજારમાં પાથરણા અને લારી પર ફટાકડા વેચાતાં જોવા મળ્યા હતા