તળાજા: ચેક બાઉન્સ કેસ પાછો ખેંચવા દબાણ! તળાજાના કોન્ટ્રાક્ટરને જ્ઞાતિ અંગે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી
ફરિયાદ મુજબ તળાજાના રહેવાસી અને સેન્ટીંગ કામના કોન્ટ્રાક્ટર મહેશભાઈ ભીખાભાઈ બોરીચાએ વર્ષ 2023 દરમિયાન પરિચિત વ્યક્તિને મકાન બાંધકામ માટે સાડા આઠ લાખ રૂપિયા આપ્યા હતા. તેના બદલામાં ચેક આપવામાં આવ્યા હતા, પરંતુ બેંકમાં ચેક રજૂ કરતાં તે બાઉન્સ થયા હતા. આ મામલે મહેશભાઈએ કોર્ટમાં ચેક બાઉન્સની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ અનેક વખત રૂપિયા પરત માંગવા છતાં રકમ પરત ન મળતા વિવાદ ચાલુ રહ્યો હતો. ફરિયાદ અનુસાર, તારીખ 2 જૂન 2026ના રોજ મહેશભાઈ દયાળ ગામ તરફ જઈ ર