સાયબર ક્રાઈમની ફ્રોડ એક્ટિવિટી માટે ઉપયોગ થયેલ એકાઉન્ટના ડેટાનું વિશ્લેષણ કરી વાલિયા પોલીસ મથકના મ્યુલ એકાઉન્ટ હોલ્ડરોની માહિતી એકત્રિત કરવામાં આવી હતી.જેમાં વાલિયા તાલુકાના સોડગામના ખાટી ફળિયામાં રહેતો અંકિત વિજય વસાવા અને સુનિલ રણજીત વસાવાએ અંકિતના બનેવી પ્રદીપ લાલજી ગજેરાના ચિટિંગની 18.95 લાખની રકમ બંને ઈસમો અંકિત અને સુનિલે પોતાના એકાઉન્ટમાં નાખી 30-30 હજારનું કમિશન મેળવી યોગેશ બારૈયા નામના ઇસમને સુરત ખાતે જઈ ચેકથી રકમ ઉપાડી આપી હતી.