ભુજ-નખત્રાણા હાઈવે રોડ પર દેવપર યક્ષ પાસે ખોડિયાનગર માતાજીના મંદિર નજીક આવેલ જોખમી વળાંક પર ગઈકાલે રાત્રે નમક ભરેલું ટ્રેઈલર પલટી મારી ગયું હતું. ચાલકે કાબૂ ગુમાવતા વાહન રસ્તાની બાજુમાં ફંગોળાઈ ગયું હતું. નમકનો જથ્થો રોડ પર વેરાઈ ગયો, જ્યારે ચાલકને ઈજાઓથતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ વળાંક પર સતત ત્રીજો અકસ્માત |નોંધાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. લોકો દ્વારા અહીં સ્પીડ બ્રેકર તેમજ સાઈન બોડ મૂકવાની માંગ કરવામાં આવી છે.