તારીખ 2/11/25ના પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા મેગા ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી.આ ડ્રાઇવમાં પોલીસે કુલ 3513 વાહનોની તપાસ કરી હતી. ટ્રાફિક નિયમો વિરુદ્ધ વાહન હંકારતા ચાલકો સામે કડક કાર્યવાહી કરી હતી.જેમાં કાળા કાચ, ફેન્સી નંબર પ્લેટ, નંબર પ્લેટ વિના, ત્રણ સવારી તેમજ લાયસન્સ-કાગળો વિનાના વાહનચાલકોનો સમાવેશ થાય છે.પોલીસે 430 એનસી કેસ કરીનેસ્થળ પર જ 1,87,700/- ના દંડની વસૂલાત કરી હતી, તેમજ નિયમોનો ભંગ કરતા 315 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા.