દસાડા: પાટડી-જૈનાબાદ રોડ પર આગાઉ થયેલ લોખંડ ચોરીનો ભેદ ઉકેલાયો : લોકલ ક્રાઇમ બ્રાન્ચની મળી સફળતા
પાટડી-જૈનાબાદ રોડ પર થોડા સમય આગાઉ લોખંડ ચોરીની ઘટના બનવા પામી હતી જેમાં ચોરીના ગુન્હેગારો ઝડપાયા ના હોય જે બાબતે LCB પોલીસની ટીમ દસાડા તાલુકામાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેઓને આગાઉ ઉપરોક્ત ચોરીના આરોપી હોવાની બાતમીને લઈને સાવડા બોર્ડ પાસે રેઇડ કરી હતી જેમાં ચોરીના કામના આરોપી યુસુફશા દિવાન રહે.જૈનાબાદ અને ભરતભાઇ જોગીયાણાં રહે.પાટડી વાળાને ઝડપી તેઓ પાસેથી ચોરીના મુદ્દામાલ માલ અને કેરી ગાડી સહિત રૂ.4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.