મહુવા: મહુવા સરકારી હોસ્પિટલમાં મોટી બેદરકારી, મહિલા દર્દી પર તૂટી પડ્યો ચાલુ પંખો
મહુવા શહેરની નવી બનેલી સરકારી હોસ્પિટલમાં આજે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. પોતાના નાના બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરનાર એક મહિલા દર્દી પર અચાનક ચાલુ હાલતમાં સીલિંગ ફેન તૂટી પડતાં હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં મહિલાને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક સારવાર દરમિયાન મહિલાને ટાંકા લેવા પડ્યા હોવાનું જાણવા મળી