પલસાણા: કરણ ગામે બંધ ઉભેલી ક્રેનની પાછળ ટેમ્પો ભટકાતા આગ લાગી, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
Palsana, Surat | Oct 11, 2025 શનિવારે, વહેલી સવારે લગભગ 4:30 વાગ્યે એક ગંભીર અકસ્માત સર્જાયો. મુંબઈથી અમદાવાદ તરફ ગેસના લાઇટર ભરેલો ટેમ્પો નંબર MH 48 BM 4825 પસાર થઈ રહ્યો હતો, ત્યારે પેટ્રોલ પંપની સામે ઉભેલી એક બંધ પડેલી ક્રેન નંબર MH 01 EJ 9574 સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કરથી ટેમ્પામાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનાનો ધડાકાભેર અવાજ સાંભળી આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ક્રેનના ઓપરેટરે તાત્કાલિક 112 નંબર પર ફોન કરી ફાયર બ્રિગેડને જાણ કરતા આગ કાબૂમાં લીધી