આજે તારીખ 2 ફેબ્રુઆરીના બપોરે 4 કલાકે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વલભીપુર તાલુકાના દાત્રેટિયા ગામે વાડી વિસ્તારમાં દેશી દારૂ પડવાનો અડ્ડો ધમધમી રહ્યા હોવાની બાતમી વલ્લભીપુર પોલીસને મળી હતી , જેથી પોલીસે બાતમી વાળી જગ્યા પર રેડ કરતા દેશી દારૂ બનાવવાનો આથાનો સ્થળ પર નાશ કર્યો હતો અને દેશી દારૂ સહિત મુદ્દામાલ જપ્ત કર્યો હતો , પોલીસ ની આ રેડ માં ગામ લોકો પણ જોડાયા હતા , અને પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી.