પાટડી તાલુકા પંચાયત કચેરી ખાતે ખેડૂત હિત રક્ષક સમિતીએ મંગળવારે તાલુકા વિકાસ અધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી 2024ના પાક નુકસાની સહાય પેકેજમાં દસાડા તાલુકાના કેટલા ખેડૂતોએ અરજી કરી, કેટલી મંજૂર થઈ અને કેટલાને હજુ સહાય મળી નથી તેની વિગતો માંગવામાં આવી ઓક્ટોબર-2024ના અતિવૃષ્ટિથી જાહેર થયેલા ‘કૃષિ રાહત પેકેજ (કપાસ)’ના ધારાધોરણ અને વિતરણની પ્રાથમિકતા સ્પષ્ટ કરવાની પણ માંગ ઉઠી.