પાદરા શહેરમાં આવેલી અંબાજી તળાવમાં એક અજાણ્યા યુવકે મોતની છલાંગ લગાવ્યાની ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. બનાવની જાણ થતાં જ પાદરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાને પગલે તળાવ પાસે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. મહત્વનું છે કે ઘટનાને કલાકથી વધુ સમય વિતી જવા છતાં પણ ફાયર ફાઇટર ટીમ ઘટનાસ્થળે પહોંચી ન હોઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો.