કુલ રૂા.1.37 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત:ધાનપુર અને ગરબાડામાંથી દારૂ સાથે બે બાઇક ચાલકો પકડાયા
દાહોદ જિલ્લાના ધાનપુર અને ગરબાડા વિસ્તારમાંથી પોલીસે અલગ-અલગ કારવાઈ કરીને વિદેશી દારૂના જથ્થા સાથે બે બાઇકચાલકોને ઝડપ્યા હતા.
ધાનપુરમાં મંડોર ચોકડી પાસે વોચ દરમિયાન એમ.પી. તરફથી નંબર પ્લેટ વગરની બાઇક પર આવતા ચાલકે ભાગવાનો પ્રયાસ કરતા બાઇક સ્લીપ થઈ હતી. પોલીસે પુનાકોટાના ચંદુભાઈ મોહનીયાને ઝડપી કબ્જામાંથી રૂા.24,660ની કિંમતના 180 ટીન બિયર તથા રૂા.50,000ની મોટરસાયકલ મળી કુલ રૂા.74,660નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીએ આ જથ્થો મધ્યપ્રદેશના વરઝરના શૈલેષ બામણીયા પાસેથી ખરીદ્યો હોવાનું ખૂલતાં બંને સામે ગુનો નોંધાયો હતો. ગરબાડામાં નાંદવા બસ સ્ટેશન પાસે GJ-20-BK-8429 નંબરની શંકાસ્પદ રાઇડર બાઇકનો પીછો કરીને વડવા તળાવ ફળિયાના દિનેશ કટારાને પકડી પાડવામાં આવ્યો હતો. બાઇક પરના થેલામાંથી બેગ પાઇપર અને રોયલ સ્ટેગની રૂા.13,148ની કિંમતની 67 બોટલો મળી આવી હતી. પોલીસે રૂા.5
Dohad, Dahod | Jul 28, 2026