વાસી ઉત્તરાયણ ના દિવસે આણંદ જિલ્લામાં નામે જતીન ભાઈ સિંધા ઉંમર 29 વર્ષ વાલવોડ થી બોરસદ તરફ પસાર થતા પોતાના બાઇક લઈને જતા અચાનક પતંગ દોરો રસ્તા વચ્ચે આવી જતા જતીન ભાઇ ને ગાળાના ભાગે ઇજા થઈ હતી. ઇજા થતા તરત જ તેઓને આસપાસ ના લોકો એ સારવાર લેવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ નો સંપર્ક કર્યો હતો. આ કેસ નજીક ની ૧૦૮ એમ્બ્યુલન્સ બોરસદ IFT ૧૦૮ ને મળતા EMT અર્પિત કટારા અને પાયલોટ રસિક ભાઈ ઘટના સ્થળે ૧૦૮ એમ્બ્યુલન્સ લઈ ને હાજર થઈ ગયા હતા