શહેરા તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોકળપુરા ગામમાં ખેડૂતોએ કરેલા ડાંગર સહિતના અન્ય પાકને માવઠાના કારણે નુકસાન પહોંચ્યું છે.કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી આવતા પાકને નુકસાન થયું છે. ગોકળપુરા ગામના ખેડૂત રમેશભાઈ મુળજીભાઈ પટેલે વહેલીતકે સહાય આપવામાં આવે તેવી માંગ કરી હતી.