લીલીયા: લીલીયા મામલતદાર કચેરીમા 29-30 નવેમ્બરે ખાસ SIR કેમ્પ:મતદારોને ગણતરી ફોર્મ ભરવાની તક,લાભ લેવા ચૂંટણી અધિકારીનો અનુરોધ
Lilia, Amreli | Nov 27, 2025 ભારત ચૂંટણી પંચના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત લીલીયા મામલતદાર કચેરી ખાતે 29 અને 30 નવેમ્બરના રોજ ખાસ કેમ્પ યોજાશે. બાકી રહેતા મતદારોને ગણતરી ફોર્મ (EF) ભરવા, 2002ની મતદારયાદીમાં વિગતો તપાસવા અને ભરેલા ફોર્મ જમા કરવાની સુવિધા મળશે. મતદાર ઓળખપત્ર સાથે રૂબરૂ હાજર રહી લાભ લેવા ચૂંટણી અધિકારીઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.