ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા દ્વારા કુકાવાવમાં રૂપિયા 65 લાખના માઇનોર બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું
Amreli City, Amreli | Nov 30, 2025
કુકાવાવમાં રૂપિયા 65 લાખના માઇનોર બ્રિજનું રાજ્યમંત્રી કૌશિક વેકરીયા દ્વારા ખાતમુહૂર્ત અમરેલી જિલ્લામાં કુકાવાવ તાલુકાના તોરી–ચુડા રોડ પર રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ રૂ. 65 લાખના ખર્ચે બનનારા માઇનોર બ્રિજનું શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ખાતમુહૂર્ત કર્યું. આ બ્રિજ બનવાથી તોરી અને આસપાસના ગામોની પરિવહન સુવિધા સુધરશે અને ગ્રામજનોની લાંબા સમયથી રહેલી માંગ પૂર્ણ થશે. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો તથા અધિકારીઓની હાજરી રહી..