ઘોડીધાર પાસે કારને ટક્કર મારી અકસ્માત સર્જે લૂંટની ઘટનામાં મુખ્ય આરોપીને એલસીબી એ ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Sep 14, 2025
પાલીતાણાના ઘોડીઢાળ પાસે થોડા દિવસો પહેલા કાર લઈને જઈ રહેલા 5 શખ્સોની કારને ટક્કર મારી હતી. વીરજીભાઈ સોલંકી સહિતના લોકો કારમાં જઈ રહ્યા હતા તે સમયે સામેથી આવેલ ટ્રકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. ત્યાર બાદ કારના કાચ તોડી માર મારી અને રોકડ સહિતની રકમની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા, માછીમારીના કોન્ટ્રાક્ટ બાબતે આ માથાકૂટ થઈ જે ઘટનામાં પકડવાના બાકી મુખ્ય આરોપી અલાઉદીન કરિમભાઈ દસાડીયા ને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી.