રાજકોટ દક્ષિણ: લાખાજીરાજ રોડ પર લારી ફેરીયાઓનો ત્રાસ યથાવત, ભારે ભીડને લઈને ખરીદી કરવા આવેલ શહેરીજનોને ભારે હાલાકી
દિપાવલી પર્વ નિમિત્તે આજે કમાણીનો છેલ્લો દિવસ હોય વધુ કમાણી કરવાના આશયથી શહેરના લાખાજીરાજ રોડ પર લારી ફેરિયાઓ ઉમટી પડ્યા હતા. જેને લઈને,અહીં ટ્રાફિકજામ જેવી સમસ્યા ઉદ્ભવી હતી ત્યારે ભારે ભીડને કારણે વાહન પર ખરીદી કરવા આવેલશહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.