હળવદ: ચરાડવા ગ્રામ પંચાયત દ્વારા TDOની સુચના અનુસંધાને વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરાઈ
Halvad, Morbi | Mar 22, 2025 હળવદ તાલુકાની ચરાડવા ગ્રામ પંચાયતમાં ગ્રામજનોનો વેરો મોટી સંખ્યામાં બાકી હોય, ત્યારે હળવદ તાલુકા વિકાસ અધિકારીની સુચના અનુસંધાને આજરોજ શનિવારથી ગ્રામ પંચાયત દ્વારા વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરી લાઉડ સ્પીકરથી તમામ નાગરિકોને તાત્કાલિક વેરો ભરવા અપીલ કરવામાં આવી હતી .