અમીરગઢ: અમીરગઢ અને દાંતા વિસ્તારના લોકોને ફોરેસ્ટ વિભાગ તરફથી મળતી નોટિસોને લઈ કલેક્ટર કચેરી ખાતે કરી રજૂઆત.
અમીરગઢ અને દાંતા વિસ્તારના લોકોને ફોરેસ્ટ વિભાગ તરફથી મળતી નોટિસોને લઈ કલેક્ટર કચેરી ખાતે કરી રજૂઆત. આજે સાંજે આશરે સાડા ચાર કલાક આસપાસ અમીરગઢ અને દાંતા વિસ્તારના આદિવાસી સમાજના લોકોને ફોરેસ્ટ વિભાગ તરફથી મળતી નોટિસો અને સનદ આપવા બાબતે આવેદનપત્ર પાઠવાયું. અમીરગઢ અને દાંતા વિસ્તારના લોકો એકત્રિત થઈ જિલ્લા કલેક્ટર કચેરી, ટ્રાઇબલ કચેરી અને વન વિભાગની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.