ભાલના ગ્રામ્ય વિસ્તારોમાં અતિવૃષ્ટિથી નુકસાની મામલે ખેડૂતો દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદન આપી રજૂઆત કરી
Bhavnagar City, Bhavnagar | Sep 15, 2025
ભાવનગર જિલ્લાના ભાલ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ અને અતિવૃષ્ટિને લઈને ભારે તારાજી સર્જાઇ હતી. ભાલમાંથી પસાર થતી 5 જેટલી નદીઓમાં પૂર આવતા અને ખેડૂતોના ઉભા પાકને નુકસાની પહોંચી હતી. જેને લઇ ભાલ પંથકના ખેડૂતો દ્વારા પાક નુકશાની અંગે સહાય આપવા સરકાર પાસે માંગ કરી તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદન આપી રજુઆત કરી હતી.