કચ્છ વનવિભાગમાં ઉચ્ચ પોસ્ટ પર મોટો ફેરબદલ થયો છે. જિલ્લાના મુખ્ય વન સંરક્ષક ડો. સંદીપ કુમારની વડોદરા વર્તુળમાં બદલી કરાઈ છે. આ સ્થાને ભારત સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના ઉપસચિવ પદે ફરજ બજાવતા આઈ.એફ.એસ અધિકારી ડો.ધીરજ મિત્તલને વન સંરક્ષક પદે કચ્છમાં નિયુક્ત કરાયા છે.