ચોપાટી રસોત્સવમાં ફાયર વિભાગની ટીમે ગાઈડલાઈન અંગે તપાસ હાથ ધરી
Porabandar City, Porbandar | Sep 22, 2025
પોરબંદર મહાનગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા નવરાત્રી રસોત્સવને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી.ત્યારે આ ગાઈડ લાઇન અંગે પોરબંદરના ફાયર વિભાગની ટીમ દ્વારા ચોપાટી ખાતે આયોજિત રસોત્સવના ગ્રાઉન્ડ સહિતના આયોજન અંગે તપાસ હાથ ધરાઈ હતી.જેમાં ફાયરની ટીમ દ્વારા ગાઇડલાઈન મુજબ ઇમરજન્સી ગેટ,ફાયરના સાધનો અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.