વિસાવદર: પિયાવાગીર ખાતે અન્નક્ષેત્રની મુલાકાત લેતા ગોપાલ ઈટાલીયા
વિસાવદર તાલુકાના પિયાવા ગીર ખાતે ઘણા વર્ષોથી દિવાળીના તહેવારોમાં પિયાવા ગામના યુવાનો દ્વારા અન્ન ક્ષેત્રનું આયોજન કરવામાં આવે છે અને લોકોને આગ્રહ સાથે ચા પાણી નાસ્તો તેમજ જમાડવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે ત્યાં આજે 87 વિધાનસભા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા મુલાકાત કરી અને પિયાવા ગામના યુવાનો ને બ્રીજાવ્યા હતા છેલ્લા ઘણા વર્ષોથી દિવાળી તહેવારો માં પ્રવાસીઓ માટે પિયાવા ગામના યુવાનો દ્વારા અન્નક્ષેત્ર નું શાનદાર આયોજન કરવામાં આવે છે