પુણા: કાપોદ્રા ફ્લાય ઓવરબ્રિજ નીચે ગાંજાનો જથ્થો છુપાવી વેચાણ કરતા શખ્સ ની ધરપકડ,183 ગ્રામ જથ્થો જપ્ત
Puna, Surat | Nov 3, 2025 કાપોદ્રા પોલીસે માહિતીના આધારે સોમવારના રોજ કાપોદ્રા ફ્લાયઓવર બ્રીજ નીચે છાપો માર્યો હતો.પોલીસે છાપો મારી ગાંજાનું વેચાણ કરતા દીપક સોનવણે ને ઝડપી પાડ્યો હતો.જેની ઉંડાણપૂર્વક ની પૂછપરછ કરતા તેણે ફ્લાય ઓવરબ્રિજ ઉપર પણ ગાંજાનો જથ્થો સંતાડી રાખ્યો હતો.જે ગાંજાનું આરોપી છૂટકમાં વેચાણ કરતો હતો.કોસંબા ના રહેવાસી દીપક સોનવણે ની ધરપકડ કરી 183 ગ્રામ ગાંજાનો જથ્થો કાપોદ્રા પોલીસે જપ્ત કર્યો હતો.જ્યાં આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.