પૂર્વ કચ્છમાં PGVCL દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે મેગા ડ્રાઈવ હાથ ધરી એક જ દિવસમાં 648 વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા છે. ગાંધીધામ, આદિપુર, અંજાર અને ભચાઉ સહિતના વિસ્તારોમાં 93 ટીમોએ ઓપરેશન પાર પાડી ₹2.26 કરોડની વસૂલાત કરી હતી. મુખ્યત્વે ઉધોગો અને કોમર્શિયલ એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જે ગ્રાહકોના કનેક્શન કપાયા છે, તેમણે હવે નવા પુરાવા, સિક્યુરિટી ડિપોઝિટ અને રિ-કનેક્શન ચાર્જ ભર્યા બાદ જ ફરીથી વીજ પુરવઠો મળશે.