ચોક બજાર પોલીસે માહિતીના આધારે સિંગણપોર વિસ્તારમાંથી હાઇબ્રીડ ગાંજા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. મંગળવાર ના રોજ માહિતીના આધારે સિંગણપોર ડભોલી ખાતે આવેલા જોન પાન માવા સેન્ટરમાં ચોક બજાર પોલીસે છાપો માર્યો હતો. જ્યાંથી પાન માવાની આડમાં હાઇબ્રીડ ગાંજાનું વેચાણ કરતા જીતુ ધામેલીયા ની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી 1.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.જ્યારે ધ્રુવ પટેલ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.