શિયાણી ગામના પ્રતિક ભુપતભાઈ દોદરીયાએ લીંબડી પો.સ્ટે માં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ રઇ ગામે માતાજી ના માંડવા માં હાજરી આપી પરત શિયાણી તરફ આવી રહ્યાં હતાં ત્યારે અંકેવાળિયા દોલતપર વચ્ચે મોડી રાત્રે રસ્તા વચ્ચે ધોકાઓ લઇ ઉભેલા શૈલેષ પ્રતાપ ભાઈ ગોઢણીયા, વિષ્ણુ ગોઢણીયા તથા અશ્ચિન કલ્યાણભાઇ ગોઢણીયાએ અગાઉના ઝઘડાનું મનદુખ રાખી બોલાચાલી કરી ધોકા વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી જાન થી મારી નાખવાની ધમકી આપી તમામ હુમલાખોરો ભાગી છૂટયા હતા.