તા. ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૬: અંજાર શહેરના APMC માર્કેટ પાસે આવેલ ત્રણ રસ્તા પર નવનિર્મિત “સરહદ ડેરી સર્કલ” નું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે અને તેનું લોકાર્પણ યોજાયું હતું. આ મહત્વપૂર્ણ વિકાસકાર્યનું લોકાર્પણ સરહદ ડેરી ના ચેરમેન વલમજીભાઈ હુંબલની અધ્યક્ષતામાં ત્રિકમભાઈ છાંગા.મંત્રીશ્રી- ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, (ગુ.રા.) ના કરકમળો દ્વારા કરવામાં આવ્યું હતું.