ગોધરાના પઢિયાર ગામના વિનોદભાઈ મકવાણાએ મોરવા હડફ પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે.જેમાં તેઓ જણાવ્યું હતું કે તેઓ ખેતી કરવા તથા જમીન સાફ કરવા ગયા ત્યારે રાજુભાઈ આરતસિંહ પટેલ તથા કનુભાઈ આરતસિંહ પટેલ તેમને જમીનમાં પ્રવેશવા દીધા ન હતા.તેમજ અપશબ્દો બોલીને ધમકીઓ આપી જમીન પર કબ્જો જમાવી રાખ્યો હતો, જેને લઈને વિનોદભાઈ મકવાણાએ જિલ્લા કલેક્ટર સમક્ષ જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોધાવવા અરજી કરવામા આવી હતી